એપ્રિલ મહિનો જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ ગરમીનો પારો પણ ઊંચે જઈ રહ્યો છે. હવામાન વિભાગે આજે અમદાવાદ, કચ્છ, રાજકોટ,જૂનાગઢ અને પોરબંદરમાં ગરમીનું યલો એલર્ટ આપ્યું છે. આજે પણ ચાર જિલ્લાઓમાં હીટવેવની શક્યતા છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં સૌથી

.

સૌરાષ્ટ્ર-કચ્છ બાદ હવે ઉત્તર ગુજરાતામં પણ હીટવેવની આગાહી ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમી લોકોની પરીક્ષા લઈ રહી છે. હવામાન વિભાગે આગામી 9 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી કરી છે. રાજકોટ અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 6 એપ્રિલથી 9 એપ્રિલ સુધી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહીના પગલે તાપમાનનો પારો 40 થી 43 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 09 એપ્રિલ સુધી રાજ્યના હવામાનની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આજથી 09 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉતર ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં પણ આગામી 09 એપ્રિલ સુધી કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે. જ્યારે રાજકોટમાં 06 એપ્રિલ સુધી યલો એલર્ટ ત્યારબાદ ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે.

ઉપરાંત ઉતર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહીસાગર, ગાંધીનગર અને સૌરાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ તેમજ મોરબીમાં હીટવેવને પગલે 06 થી 09 એપ્રિલ સુધી યલો એલર્ટ આપવામાં આવેલ છે. રાજ્યના દરિયાઈ ક્ષેત્રને અડીને આવેલા જિલ્લાઓમાં 09 એપ્રિલ સુધી ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે. સૌરાષ્ટ્રમાં તાપમાન 40 થી 43 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. જ્યારે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની શક્યતાઓ છે.

આજે રાજકોટમાં 44 ડિગ્રી તાપમાન નોંધાવાની શક્યતા હવામાન વિભાગે વિવિધ શહેરોનું ફોરકાસ્ટ આપ્યું છે તે મુજબ આજે રાજકોટ શહેરમાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચવાની સંભાવના છે. આ ઉપરાંત અમદાવાદ, અમરેલી, વડોદરા, ભુજ, ડીસા, નલિયા અને સુરેન્દ્નનગરમાં પણ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી જવાની સંભાવના છે.

વિવિધ શહેરોમાં આજે નોંધાનારા મહત્તમ તાપમાનની આગાહી

શહેરતાપમાનઅમદાવાદ42 ડિગ્રીઅમરેલી43 ડિગ્રીવડોદરા40 ડિગ્રીભાવનગર39 ડિગ્રીભુજ43 ડિગ્રીડીસા42 ડિગ્રીદ્વારકા30 ડિગ્રીનલિયા41 ડિગ્રીઓખા30 ડિગ્રીપોરબંદર40 ડિગ્રીરાજકોટ44ડિગ્રીસુરત39 ડિગ્રીવેરાવળ37 ડિગ્રી

હીટવેવના પગલે સૌરાષ્ટ્ર-કચ્છના રસ્તાઓ સૂમસામ

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી કરી છે. ત્યારે મોટાભાગના જિલ્લામાં સામાન્ય કરતાં વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં બપોર પડતાં જ કફર્યૂ જેવો માહોલ જોવા મળે છે. આકરી ગરમીના કારણે મોટાભાગના લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જે લોકો બહાર નીકળે છે તેઓ પણ ગરમીથી બચવા માટે ઠંડાપીણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે.

છેલ્લા ત્રણ દિવસથી સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રાજ્યમાં 1 એપ્રિલથી સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર બન્યું છે. બુધવારે 3 એપ્રિલે સુરેન્દ્રનગરમાં હાઈએસ્ટ 43 ડિગ્રી ગરમી નોંધાઈ હતી.

3 એપ્રિલે વિવિધ શહેરોમાં નોંધાયેલું મહત્તમ તાપમાન

શહેરતાપમાનસુરેન્દ્રનગર43.Oડિગ્રીઅમદાવાદ40.0 ડિગ્રીવડોદરા38.8 ડિગ્રીભાવનગર38.7 ડિગ્રીભુજ42.8 ડિગ્રીડીસા41.2 ડિગ્રીદીવ31.4 ડિગ્રીદ્વારકા30.2 ડિગ્રીગાંધીનગર39.9 ડિગ્રીકંડલા39.0ડિગ્રીનલિયા39.6 ડિગ્રીઓખા32.4ડિગ્રીપોરબંદર37.0 ડિગ્રીરાજકોટ42.7ડિગ્રીસુરત34.2 ડિગ્રીવેરાવળ32.2 ડિગ્રી

ડભોઈ પંથકમાં ગાઢ ધુમ્મસ છવાયું વડોદરા જિલ્લાના ડભોઈ પંથકમાં સપ્તાહમાં બીજી વખત ગાઢ ધુમ્મસ છવાયું હતું. આજે વહેલી સવારથી ડભોઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ પર ગાઢ ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું હતું. વાતાવરણમાં આવેલા એકાએક પલટો જોઇ લોકો પણ આશ્ચર્યમા મુકાઇ ગયા હતા. શૂન્ય વિઝિબિલિટી થઇ જતાં નોકરી-ધંધાર્થે નીકળેલા લોકોને પોતાનાં વાહનોની હેડ લાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી. તે સાથે વાહનો ધીમે હંકારવાની ફરજ પડી હતી. આ ગાઢ ધુમ્મસ મોડી સવાર સુધી ડભોઇ પંથકમાં પથરાયેલું રહ્યું હતું.

વાતાવરણ વરસાદી માહોલ જેવું થયું ડભોઇ પંથકના રેલવે સ્ટેશન, વેગા, શિનોર ચાર રસ્તા, શિનોર રોડ, SOU રોડ સહિતના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. ગાઢ ધુમ્મસના કારણે સામાન્ય જનજીવન ઉપર પણ અસર જોવા મળી હતી. એક તબક્કે વરસાદી માહોલ જેવું વાતાવરણ થઇ ગયું હતું.

Yellow heat alert in 5 districts including Ahmedabad today | ગુજરાતમાં ગરમીનો કરંટ જુઓ: પારો 44 નજીક પહોંચતાં રાડ બોલી, 5 જિલ્લામાં હીટવેવનો ખતરો, ગીર સૂમસામ, જૂનાગઢમાં ઠંડક માટે જબરો જુગાડ - Ahmedabad News | Divya Bhaskar


Click on the Run Some AI Magic button and choose an AI action to run on this article