એપ્રિલ મહિનો શરૂ થતા જ ગરમીનો પાર રાજબરોજ ઊંચો જઈ રહ્યો છે. રવિવારે 11 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. 44.2 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર શહેર વધુ એકવાર રાજ્યમાં સૌથી ગરમ રહ્યું હતું. અમદાવાદમાં પણ રવિવારે તાપમાન 43 ડિગ્રીએ પહોંચ્યું હત

.

સતત ત્રીજા દિવસે કચ્છમાં ગરમીનું રેડએલર્ટ કચ્છ જિલ્લામાં આજે સતત ત્રીજા દિવસે ગરમીનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે પોરબંદર, રાજકોટ અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ અને બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

રવિવારે અમદાવાદ સહિત 11 શહેરોમાં ગરમીનો પારો 40ને પાર પહોંચ્યો રવિવારે કચ્છમાં આગઝરતી ગરમી પડી હતી. 44.2 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યમાં સૌથી વધુ ગરમ રહ્યું હતું. તો અમદાવાદમાં પણ તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચ્યો હતો. રાજ્યમાં 11 શહેરોમાં તાપમાન 40ને પાર પહોંચ્યું હતું.

6 એપ્રિલે રાજ્યમાં નોંધાયેલું મહત્તમ તાપમાન

શહેરતાપમાનસુરેન્દ્રનગર44.2 ડિગ્રીઅમદાવાદ43.0 ડિગ્રીઅમરેલી42.9 ડિગ્રીવડોદરા41.8 ડિગ્રીભાવનગર40.4 ડિગ્રીભુજ43.0 ડિગ્રીડીસા43.3 ડિગ્રીદીવ39.1 ડિગ્રીદ્વારકા32.4 ડિગ્રીગાંધીનગર42.5 ડિગ્રીજામનગર36.6 ડિગ્રીકંડલા40.8 ડિગ્રીનલિયા38.6 ડિગ્રીઓખા33.4 ડિગ્રીપોરબંદર37.7 ડિગ્રીરાજકોટ43.9 ડિગ્રીસુરત40.8 ડિગ્રીવેરાવળ31.8 ડિગ્રી

વડોદરામાં 41.8 ડિગ્રી ગરમી, ડામર ઓગળ્યો

વડોદરા શહેરમાં આજે તાપમાન વધીને 41.8 ડિગ્રીએ પહોંચતા ડામર ઓગળવા લાગ્યો હતો. આકરી ગરમીના કારણે લોકો અકળાયા હતા.

Heat red alert in Kutch today as well | વડોદરામાં ડામર રોડ પીગળી ગયો: 45.6 ડિગ્રી સાથે કંડલા દેશમાં સૌથી વધુ ગરમ, કચ્છમાં સતત બીજા દિવસે રેડ એલર્ટ, કાળઝાળ ગરમીએ10 જિલ્લાને બાનમાં લીધા - Ahmedabad News | Divya Bhaskar


Click on the Run Some AI Magic button and choose an AI action to run on this article