Select An AI Action To Trigger Against This Article
વલસાડ જિલ્લાના ઉમરગામમાં સંજાણ રેલવે બ્રિજ પાસે રેલવે અંડરપાસના નિર્માણ દરમિયાન એક દુર્ઘટના સામે આવી છે. ગતરોજ તા. 6 એપ્રિલ 2025ના રોજ સવારે 13 શ્રમિકો રેલવે અંડર પાસમાં માટી કાઢવાનું કામગીરી કરી રહ્યા હતા. જે દરમ્યાન બનેલી એક ઘટનામાં બે શ્રમિકો માટી
.
ઘટના સમયે રેલવે ટ્રેકના થાંભલા નંબર 147/5થી 147/7 વચ્ચે અંડરપાસનું બાંધકામ ચાલી રહ્યું હતું. અન્નપૂર્ણા PET પ્રા. લિમિટેડની પાછળના ભાગે હુમરણ ખાતે કુલ 13 શ્રમિકો માટી ખોદકામનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન વાપીથી મુંબઈ તરફ જતી ટ્રેન પસાર થઈ, જેના કંપનથી ઉપરની માટી ધસી પડી હતી.
માટી ધસી પડવાથી સંજયભાઈ સુરેશભાઈ રાવતે અને સચીન બારક્યા જુનર નામના બે શ્રમિકો દટાઈ ગયા હતા. સ્થાનિક લોકો અને અન્ય શ્રમિકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી. બંને શ્રમિકોને નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં સંજયભાઈ રાવતેને મૃત જાહેર કરવામાં આવ્યા. સચીનને વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઉમરગામ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ગાંધીવાડી સરકારી હોસ્પિટલમાં મોકલ્યો છે. સંજય લીલકાની ફરિયાદના આધારે પોલીસે અકસ્માતનો કેસ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.