India's youngest female F4 racer Shriya Lohia, 'I started racing at the age of 9' | લોકો કહેતા, ‘છોકરાઓની સ્પોર્ટ્સમાં તારું શું કામ છે’: દેશની સૌથી નાની ઉંમરની ફિમેલ F4 રેસર શ્રિયા લોહિયા, ‘9 વર્ષની ઉંમરે જ મેં રેસિંગ શરૂ કરી દીધું હતું’ | Divya Bhaskar


AI Summary Hide AI Generated Summary

Key Highlights of Shriya Lohia's Racing Career

This article profiles Shriya Lohia, India's youngest female F4 racer, who started karting at age 9 and has since achieved international success. The piece discusses her journey, challenges, and future ambitions.

Early Career and Challenges

  • Started motorsport at age 9, despite initial skepticism from some.
  • Participated in her first international race in Malaysia at age 11.
  • Overcame societal expectations of girls in sports.

Training and Financial Aspects

  • Training is expensive; relies on sponsorships (Blackbird Hyderabad and JK Tyres).
  • Uses a home racing simulator to supplement infrequent track practice.
  • Holds a racing license from FMSCI, but lacks a regular driving license.

Racing Experiences

  • Describes a near-accident during karting.
  • Highlights the high speed limits of various racing levels (F4, F1).

Education and Future Goals

  • Currently pursuing home-schooling due to racing commitments.
  • Aspires to continue her racing career while pursuing her education.

Advice to Aspiring Female Racers

Shriya encourages aspiring female racers to stay strong despite societal obstacles and negativity. She emphasizes the importance of having family support.

Sign in to unlock more AI features Sign in with Google

‘જ્યારે ગોકાર્ટ ચલાવતી હતી ત્યારની વાત છે. રેસિંગ ચાલુ થઈ, અમે લોકોએ થોડી વારમાં પૂરપાટ સ્પીડ પકડી. રેસિંગનો રાઉન્ડ ચાલુ હતો અને રેસ પૂરી થવાને થોડી જ વાર હતી ત્યાં અમે ફૂલ સ્પીડ પર હતા અને એક કોર્નર પર ગાડી વળતી વખતે મને ડ્રાઇવરે પાછળથી ગાડી હિટ કરી

.

આ કોઈ વર્ષોના અનુભવી રેસરનો કિસ્સો નથી, આ શબ્દો તો છે, ફક્ત 16 વર્ષની નાનકડી છોકરી અને આપણા દેશની સૌથી નાની ઉંમરની ઇન્ટરનેશનલ F4 રેસર શ્રિયા લોહિયાના. ફક્ત 9 વર્ષની કુમળી વયથી રેસિંગની ભારે ગડીઓ હેન્ડલ કરવાની શરૂઆત કરી, આજે આટલી મોટી સિદ્ધિ મેળવનાર હિમાચલ પ્રદેશની શ્રિયાએ કેવી રીતે પુરુષપ્રધાન સ્પોર્ટ્સમાં પોતાનો અડિંગો જમાવ્યો? નાની ઉંમરે રેસિંગની દુનિયામાં આટલું મોટું નામ કરનાર શ્રિયા સાથે ‘દિવ્ય ભાસ્કર’ એપે વાત કરી તો શ્રિયાએ પુરુષોના સ્પોર્ટ્સમાં એન્ટ્રી મારવા પડેલ મુશ્કેલીઓની ખૂલીને વાત કરી. તો ચલો થઈ જાઓ રેડી, શ્રિયા સાથે આજે આપણે પણ એના લાઈફના રેસિંગ ટ્રેકની મજા માણીએ. રેડી… સ્ટેડી… ગો...

9 વર્ષે પહલી રેસ ને 11 વર્ષે ઇન્ટરનેશનલ ‘હું 9 વર્ષની હતી ત્યારથી જ મેં મોટરસ્પોર્ટ્સ શરૂ કરી દીધું હતું.’ શ્રિયાએ પહેલો ગિયર પાડ્યો, ‘એ પહેલા મેં ઘણાં સ્પોર્ટ્સમાં હાથ અજમાવ્યો હતો પણ કોઈ સ્પોર્ટ્સમાં એટલી મજા નહોતી આવતી. પણ જ્યારે પહેલીવાર મોટોસ્પોર્ટ્સ ટ્રાય કર્યું ત્યારે એમ થઈ ગયું કે હું હવે આ જ કરીશ. પછી તો મંડી પડી, ઘણાં વર્ષો સુધી કાર્ટિંગ કર્યું, થોડાં ટાઈમમાં જ ઘણું સારું પરફોર્મ કર્યું અને 11 વર્ષની ઉંમરે પહેલી ઇન્ટરનેશનલ રેસ મલેશિયામાં રમી. એ પછી તો ઘણી ઇન્ટરનેશનલ કરી અને PM બાળપુરસ્કાર એવોર્ડ પણ મેળવ્યો. 15 વર્ષની ઉંમર સુધી કાર્ટિંગ કર્યું અને છેલ્લા એક વર્ષથી F4(ફોર્મ્યુલા-4) રેસિંગ કરું છું. ફેમિલીની વાત કરું તો ઘરે હું અત્યારે મમ્મી-પપ્પા અને મોટી બહેન સાથે રહું છું. મમ્મી-પપ્પા બંને સોફ્ટવેર એન્જિનિયર છે અને બહેન વર્ષો સુધી નેશનલ શૂટર હતી, પણ હમણાંથી ભણવા માટે બહેને સ્પોર્ટ્સ સાઈડમાં મૂક્યું છે.’

મજાક મજાકમાં કરિયર મળી ગયું પપ્પાને વાત કરી કે મારે રેસિંગ કરવું છે તો એ માની ગયા હતા? શ્રિયા કહે, ‘મારો જન્મ થયો ત્યારથી થોડાં વર્ષો સુધી અમે મારા પપ્પાની જોબના કારણે પુણેમાં હતા. એ ટાઈમે હું મારી બહેન સાથે એક વાર ખાલી એન્જોયમેન્ટ માટે ગોકાર્ટ કરવા ફનક્લબમાં ગઈ હતી. મેં પહેલી વાર જ્યારે મોટોસ્પોર્ટ્સ ટ્રાય કર્યું અને ત્યારે મારું ડોપામાઇન એટલું હિટ થઈ ગયું કે ત્યાં જ નક્કી કરી લીધું, મારે હવે આમાં જ આગળ વધવું છે. ઘરે આવી તરત જ પપ્પાને વાત કરી કે મારે હવે રેસિંગ જ કરવું છે. પપ્પા પૂરા સપોર્ટિવ, તરત જ માની ગયા અને મારી ટ્રેનિંગ પણ ચાલુ કરાવી દીધી. ઇવન પપ્પા તો ખુશ હતા કે, મારી દીકરીએ કશુંક નવું કરવા માગે છે.’

સાઉથ ઈન્ડિયા : રેસિંગ હબ ઓફ ઈન્ડિયા તમે 9 વર્ષનાં હતાં, એટલી ઉંમરથી ડ્રાઇવિંગ કરો છો તો શીખ્યા ક્યારે? કેટલાં વર્ષની ઉંમરથી તમે રેસિંગ કરો છો? શ્રિયા કહે, ‘9 વર્ષની હતી ત્યારે જ મેં પહેલી વાર મોટોસ્પોર્ટ્સ કર્યું હતું અને પછી નક્કી કર્યું કે હવે આપણે આ જ કરવું છે. એટલે રિસર્ચ કર્યું કે ક્યાં ક્યાં આ માટેની ટ્રેનિંગ થાય છે. પણ તમને ખબર છે? રેસિંગ અને ગોકાર્ટિંગને લગતી ટ્રેનિંગથી લઈ ચેમ્પિયનશિપ સુધીનું મોટા ભાગનું બધું સાઉથ ઈન્ડિયામાં જ થાય છે. એટલે અમે ગયાં બેંગલોર અને ત્યાં જઈને ટ્રેનિંગ લીધી અને સૌથી પહેલાં ગોકાર્ટ શીખી. કેમ કે એટલી ઉંમરમાં તમે ગોકાર્ટ જ ચલાવી શકો.’

ઘરે બંધ બારણે પણ હું રેસિંગ પ્રેક્ટિસ કરી શકું ટ્રેનિંગ વિશે આગળ વાત કરતાં શ્રિયા કહે, ‘બીજા બધા સ્પોર્ટ્સ કરતાં મોટોસ્પોર્ટ્સમાં ટ્રેનિંગ ઘણી મોંઘી હોય છે. બીજા બધા સ્પોર્ટ્સમાં તમે રેગ્યુલર ટ્રેનિંગ કરશો તો જ તમારું સ્પોર્ટ્સ વધુ ડેવલપ થશે. પણ મોટોસ્પોર્ટ્સ ઘણું મોંઘું છે. એટલે અમે રોજે ટ્રેનિંગ નથી કરી શકતા, મહિને એક-બે વાર માંડ પ્રેક્ટિસ કરી શકીએ. જ્યારે કોઈ ચેમ્પિયનશિપમાં ભાગ લઈએ ત્યારે મેચના અગાઉના 1-2 દિવસ ત્યાં જ પ્રેક્ટિસ મળી જતી હોય છે. એ ચેમ્પિયનશિપના ચાર્જમાં સામેલ હોય છે. એટલે બધાં રેસર્સ રેસર્સ મોટે ભાગે એ જ કરતાં હોય છે. રોજે ટ્રેનિંગ કરવી કોઈ રેસર ક્યારેય અફોર્ડ ન કરી શકે. એ સિવાય અમારી પાસે ઘરે રેસિંગ સિમ્યુલેટર (રેસિંગનો અનુભવ આપતી કમ્પ્યૂટર સિસ્ટમ) હોય છે. જેમાં ભલે પૂરી ફીલિંગ ન રહે પણ 70-80% જેવી ફીલ સાથે પ્રેક્ટિસ કરી શકીએ અને મેન્ટલી પ્રીપેર રહી શકીએ.’

રસ્તા પર કાર ચલાવવાનું મારું હજુ સપનું જ છે મતલબ કે તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોય તો પણ તમે રેસિંગ કરી શકો? શ્રિયા કહે, ‘હા એ માટે અલગ અલગ રેસિંગ લાયસન્સ આવે છે. FMI (ફેડરેશન ઓફ મોટર સ્પોર્ટ્સ ક્લબ ઓફ ઈન્ડિયા) પાસેથી રેસિંગ માટેનું લાયસન્સ કઢાવવું પડે. જે ખાલી ને ખાલી રેસિંગ ટ્રેક પર જ વેલીડ હોય, બહાર તેનો યુઝ ન થઈ શકે. આ મોટેભાગે અંડરએજ (18 વર્ષથી નાના) ડ્રાઈવરો માટે જ હોય છે. કેમ કે એમની પાસે બહારનું લાયસન્સ નથી હોતું. રેસિંગ સ્પોર્ટ્સના લાયસન્સ માટે તમારે FMSCIના ટ્રેનિંગ પ્રોગ્રામ કરવા પડતાં હોય છે. એ લોકોની ટ્રેનિંગ સરખી રીતે પૂરી થાય એટલે તમને લાયસન્સ મળતું હોય છે. અલગ અલગ સ્પોર્ટ્સ માટે અલગ અલગ લાયસન્સ હોય છે. હું કાર્ટિંગ કરતી ત્યાં સુધી કાર્ટિંગ લાયસન્સ હતું, હવે F4 કરું છું એટલે F4નું સિંગલ સીટર લાયસન્સ છે. 9 વર્ષની ઉંમરે જ મારું પહેલું રેસિંગ લાયસન્સ નીકળી ગયું હતું. પણ મારાં 18 વર્ષ પૂરાં નથી થયાં એટલે રોડ પર ગાડી ચલાવવાની પરમિશન હજુ પણ નથી. હું હજુ બહારના રસ્તા પર કાર ચલાવવા માટે 18 વર્ષ પૂરા થવાની રાહ જોઉં છું.’

ઉંમર પ્રમાણે રેસિંગની સ્પીડ લિમિટ હોય તમારી પાસે બહાર ચલાવવાની પરમિશન નથી પણ રેસિંગની છે તો એ રેસિંગ લાયસન્સની કોઈ લિમિટ હોય છે ખરી? શ્રિયા કહે, ‘લાયસન્સની લિમિટ નથી હોતી પણ એજ વાઇઝ અમારી સ્પીડ લિમિટ નક્કી હોય છે. 15 વર્ષ સુધી અમે ખાલી કાર્ટિંગ જ કરી શકીએ. કાર્ટિંગમાં 12 વર્ષ સુધી ટોપ સ્પીડ 90 કિમી/કલાક હોય, એના 15 વર્ષ સુધીમાં 110-120 સુધીની સ્પીડ હોય છે. 15 વર્ષ સુધી કાર્ટિંગ જ કરી શકો. એ પછી શરૂઆત થાય ફોર્મ્યુલા રેસિંગ ની… સૌથી પહેલાં ફોર્મ્યુલા-4માં મિનિમમ 15 વર્ષની ઉંમર પછી 140 સુધી ચલાવી શકીએ છીએ. મેં આજ સુધીમાં હાઈએસ્ટ 115 સુધી ચલાવેલી છે, કેમ કે અહીં ઈન્ડિયાના રોડ ટ્રેક પર આટલી લિમિટ સુધી જ આપણે જઈ શકીએ છીએ. આગળ વધતાં સૌથી ફાસ્ટેસ્ટ ફોર્મ્યુલા-1માં 350 કિલોમીટર પ્રતિ કલાક સુધીની સ્પીડ વેલીડ હોય છે.’

ચેમ્પિયન્સશિપમાં ભાગ લેવા કરોડોનો ખર્ચ રેસિંગ સ્પોર્ટ્સમાં કેટલો ખર્ચ થયો હશે? શ્રિયા કહે, ‘મોટોસ્પોર્ટ્સ બહુ જ ખર્ચાળ છે. શરૂઆતના એકાદ વર્ષ પછી મને સ્પોન્સર્સ મળી ગયા એટલે હું અહીં પહોંચી શકી, નહિતર આમાં આગળ વધવું ઘણું અઘરું છે. કેમ કે જો ટ્રેનિંગની વાત કરીએ તો ગોકાર્ટ વખતે એક દિવસનો ટ્રેનિંગ ખર્ચ 15 હજારથી વધુ થાય અને હવે તો F4માં એક દિવસનો 2-3 લાખ સુધી. એમાં પણ અમે હિમાચલમાં રહીએ અને આ સ્પોર્ટ્સની ચેમ્પિયનશીપથી લઈ બધું જ સાઉથ ઈન્ડિયામાં. એટલે જ્યારે જ્યારે આવવા-જવાનું થાય એ ખર્ચ અલગથી. એ સિવાય F4ની ચેમ્પિયનશિપનો એક સિઝનનો એક ડ્રાઈવર પાછળનો ખર્ચ 1 કરોડ જેટલો થઈ જાય. એટલે સ્પોન્સર્સ વિના આ સ્પોર્ટ્સમાં આગળ વધવું મુશ્કેલ છે. મારી પાસે અત્યારે બે સ્પોન્સર્સ છે, હૈદરાબાદ બ્લેકબર્ડ અને JK ટાયર્સ.’

'છોકરાઓના સ્પોર્ટ્સમાં તારું શું કામ છે?' અત્યારે શ્રિયાનું નામ પૂરા ઈન્ડિયામાં ગુંજે છે, પણ જ્યારે શ્રિયાએ એક છોકરી તરીકે પુરુષપ્રધાન સ્પોર્ટ્સમાં પગ મૂક્યો ત્યારે લોકોનાં ઘણાં મેણાંટોણાનો સામનો કરવો પડ્યો હતો, શ્રિયા કહે, ‘મારી નજીકની ફેમિલીમાંથી કોઈ ક્યારેય કશું નથી બોલ્યું, પણ દૂરના લોકોને ઘણાં વાંધા હતા. એ લોકો કહે રાખતા કે, ‘છોકરાઓના સ્પોર્ટ્સમાં તારું શું કામ છે?’ પણ મારાં પેરેન્ટ્સ હંમેશાં સપોર્ટીવ રહ્યાં છે, એ મારા માટે ઘણું છે. બાકી બહારના લોકો તો બોલે રાખે, એમનાથી અમને શું ફરક પડે છે!'

'હજુ ઘણાં તો ઘરની છોકરીઓને ડ્રાઇવિંગ પણ નથી શીખવતા' આગળ સોશિયલ મીડિયાના કીડાઓની ઝાટકણી કાઢતાં શ્રિયા કહે, ‘અત્યારે જમાનો આટલો આગળ વધી ગયો છે, મહિલાઓ દરેક ફિલ્ડમાં આટલી આગળ વધે છે, તો પણ હજુ ઘણા લોકો મહિલાઓ પર જોક મારવાનું બંધ નથી કરતાં. ઈન્ડિયામાં ઘણાં ઘર એવા છે, જે લોકો હજુ પણ ઘરની મહિલાઓને ડ્રાઇવિંગ નથી શિખવાડતા અને ઉપરથી મિમ્સ-જોક્સ બનાવી બીજા કેટલાય લોકોનો કોન્ફિડન્સ તોડે છે. જો મારા ફેમિલીએ મને સપોર્ટ ન કર્યો હોત તો અત્યારે આ લેવલ પર આટલું બધું નામ ન થયું હોત. તમારે પણ તમારા ઘરની મહિલાઓને જે ફિલ્ડમાં આગળ વધવું હોય એમાં સપોર્ટ કરવો જોઈએ.’

'મેં વિચાર્યું પણ નહોતું કે હું F4 સુધી પહોંચીશ' તમારા કરિયરની સૌથી યાદગાર રેસ? શ્રિયા કહે, ‘જ્યારે પહેલીવાર ફોર્મ્યુલા 4 કાર ચલાવી એ મારી લાઈફનો બેસ્ટ એક્સપિરિયન્સ હતો. કેમ કે ગોકાર્ટથી ફોર્મ્યુલા સુધી પહોંચવું એ બહુ જ મોટું સ્ટેપ છે. એ ટાઈમે મેં વધારે ટ્રેનિંગ પણ લીધેલી નહોતી અને પૈસા પણ નહોતા. પણ સ્પોન્સર્સના કારણે હું અહીં પહોંચી ગઈ. ઘણી વાર મને મારા પર પણ ડાઉટ થાય છે કે, આ કેટલું મોંઘું સ્પોર્ટ્સ છે. અમે એટલા અમીર પણ નથી છતાં ક્યાં પહોંચી ગઈ હું. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે હું ફોર્મ્યુલા-4 સુધી પણ પહોંચી શકીશ.’

આખી કાર એક ટાયર પર અને પડતાં પડતાં બચી રેસિંગ વખતે ક્યારેય જીવ જોખમમાં મૂકયો હોય એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી? શ્રિયા થોડાં વર્ષો પહેલાંનો એક કિસ્સો યાદ કરતાં કહે, ‘હું જ્યારે ગોકાર્ટ ચલાવતી હતી ત્યારની વાત છે. રેસિંગ ચાલુ થઈ, અમે લોકોએ થોડી વારમાં પૂરપાટ સ્પીડ પકડી. રેસિંગનો રાઉન્ડ ચાલુ હતો અને રેસ પૂરી થવાને થોડી જ વાર હતી ત્યાં અમે ફૂલ સ્પીડ પર હતા અને એક કોર્નર પર ગાડી વળતી વખતે બીજા એક ડ્રાઇવરે પાછળથી મારી ગાડી હિટ કરી… થોડી વાર તો મને ખબર પણ ન પડી કે શું થયું અને મારું સ્ટિયરિંગ વિખાયું. પ્લસ ગોકાર્ટની ગાડીમાં તો સેફટી માટે ઉપર પેક પણ નથી હોતું. કાર પણ એટલી મજબૂત નથી હોતી, કેમ કે બેઝિક કાર છે. આખી કાર એક ટાયર પર થઈ ગઈ હતી. થોડી વાર લાગી બેલેન્સ કરવામાં, પણ છેલ્લે મેં બેલેન્સ બનાવ્યું અને થોડી જ વારમાં કાર સ્ટેબલ થઈ. પણ એ ટાઈમે મને પહેલી વાર ડરનો અહેસાસ થયો હતો. માંડ માંડ બચી હતી એ વખતે. જો અથડાઇ હોત તો મારો બૂકડો બોલી ગયો હોત!’

‘સ્ટડી’ ફ્રોમ હોમ તો અત્યારે તમારું એજ્યુકેશન? શ્રિયા કહે, ‘અત્યારે મારું 12મું ધોરણ ચાલે છે. CBSC બોર્ડથી સાયન્સ કરું છું. પણ હોમ સ્કૂલિંગ છે એટલે ફક્ત એક્ઝામ આપવા માટે જ ત્યાં જવું પડતું હોય છે. બાકી રેગ્યુલર નથી જતી. કેમ કે રેસિંગ સ્પોર્ટ્સમાંથી રેગ્યુલર સ્કૂલે જવાનો ટાઈમ કાઢવો મુશ્કેલ છે, એટલે ઘરે બેઠાં જ મમ્મીની હેલ્પથી જાતે ભણું છું.’

છોકરીઓ આવજો, પણ હિંમત લેતી આવજો! રેસિંગમાં આગળ વધવા માગતી છોકરીઓને શું સલાહ આપશો? શ્રિયા કહે, ‘સ્પોર્ટ્સમાં એન્ટ્રી કરતાં પહેલાં જ મન મક્કમ કરી લેજો. કેમ કે ઘણીવાર પૂરા ટ્રેક પર તમે એકલી છોકરી હશો, તમારી સિવાય ત્યાં કોઈ છોકરી નહીં હોય, એવું પણ બનશે. કેમ કે આખું પુરુષપ્રધાન સ્પોર્ટ્સ છે, પણ મન મક્કમ રાખજો. સોશિયલ મીડિયા પર પણ લોકો ઘણું સંભળાવશે, ઘણી કોમેન્ટ્સ કરશે. ઘણા લોકો એવું પણ કહેશે કે, તમે તો છોકરી છો, તમારે આ સ્પોર્ટમાં શું કામ છે? મને પણ કહેતા હતા અને હજુ પણ કહે છે કે, ‘આ તો છોકરી છે, આને શું ડ્રાઇવિંગ આવડે. આ તો ખાલી ફોટો પડાવવા કાર પાસે ઊભી રહેતી હશે.’ પણ એ બધી જ વાતોને ઇગ્નોર કરવાની. જે લોકો નેગેટિવ બોલે છે, એમને બોલવા દ્યો અને જે સપોર્ટ કરે છે, એમનું જ ફક્ત સાંભળો.’

Was this article displayed correctly? Not happy with what you see?

Tabs Reminder: Tabs piling up in your browser? Set a reminder for them, close them and get notified at the right time.

Try our Chrome extension today!


Share this article with your
friends and colleagues.
Earn points from views and
referrals who sign up.
Learn more

Facebook

Save articles to reading lists
and access them on any device


Share this article with your
friends and colleagues.
Earn points from views and
referrals who sign up.
Learn more

Facebook

Save articles to reading lists
and access them on any device